મોરબી : શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાય તે માટે માટીના કુંડા અને રહેવા માટે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાહદારીઓ અને જીવદયાપ્રેમીઓ હોશે હોશે લઈ જઈને પર્યાવરણ અને જીવદયા માટે અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ પર્યાવરણ અને જીવદયા સેવાકીય પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા. મણિલાલ જે. કાવર, પાસ્ટ પ્રમુખો લા. એ. એસ. સુરાણી, લા. ભીખાભાઈ લોરિયા, લાયન સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, નાનજીભાઈ મોરડીયા, લા. સભ્ય અને ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક હરખજીભાઈ, સેવાભાવી કાનજીભાઈ શેરસિયા, મગનભાઈ ગામી તથા લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગના લા. તુષારભાઈ દફતરી, લા.પિયુષભાઈ શાણજા, સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારીગણની હાજરીમાં આ સેવાકીય જીવદયા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં લાયન્સ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક માર્ગદર્શનમાં આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી એમ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવાયું છે.