મોરબી : મોરબી DDO જે.એસ.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, તાલુકા હેલ્થ કચેરી મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ લાઈફ કેર બ્લડ બેંક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના સહયોગથી પીપળી પ્રાથમિક શાળા ખાતે આજે તા. 3 જૂન ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં પીપળી ગામ તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત પીપળી, તાલુકા હેલ્થ ઓફિસ મોરબી મેડિકલ ઓફિસર રંગપર સુપરવાઈઝર પ્રકુલભાઈ રાઠોડ તેમજ પ્રા.આ.કેન્દ્ર રંગપરના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.