તલ, જીરું, ચણા સહિતના પાકોની પણ આવક થઈમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 3 જૂન ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, બાજરો, મેથી, મગ, અડદ, ચણા, તુવેર, ગુવાર બી, કાળા તલ, રાયડો અને સીંગદાણા તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 798 ક્વિન્ટલ એટલે કે 3990 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 514 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 140 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3890 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1350, તલના 1852, મગફળીના 966, બાજરાના 545, મેથીના 881, મગના 1550, અડદના 1370, તુવેરના 1271, ચણાના 1070, ગુવાર બીના 972, કાળા તલના 3214, રાયડાના 1074 અને સીંગદાણાના 1370 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.