મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે મહિન્દ્રા ઝાયલો કારમાં દેશી દારૂની હેરફેર કરતા મુમતાઝબેન ઇસ્લામુદિન જામ ઉ.વ.22 રહે. માળિયા વનાળિયા સોસાયટી, સો ઓરડી, મોરબી વાળા અને એક સગીરને 650 લીટર દેશી દારૂ અને કાર મળી રૂ.4.30 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા છે. જ્યારે હુસેનભાઈ રહે. સુરજબારી વાળાનું નામ ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.