યાર્ડમાં 3705 મણ ઘઉંની આવક, ભાવ 522 રૂપિયા સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 02 જૂન ને સોમવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, બાજરો, સુવાદાણા, મગ, તુવેર, ચણા, ગુવાર બી, કાળા તલ રાય અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 741 ક્વિન્ટલ એટલે કે 3705 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 522 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 105 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3970 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1440, તલના 1901, મગફળીના 1006, બાજરાના 554, સુવાદાણાના 1430, મગના 1629, તુવેરના 1270, ચણાના 1070, ગુવાર બીના 888, કાળા તલના 2630, રાયના 1226 અને રાયડાના 1072 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 340 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.