મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા તારીખ 12 જૂન, 2025 થી 14 જૂન, 2025 સુધી જિલ્લાના નિયત થયેલા પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.