શૈક્ષણિક વર્ષ 2025-26 પ્રવેશ માટે GCAS પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશેગીર - સોમનાથ : ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી કારકિર્દી બનાવવાની તક આપવામાં આવી રહી છે. જેમાં શૈક્ષણિક વર્ષ 2025-26માં વિવિધ વિષયોમાં પ્રવેશ પ્રક્રિયા માટે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવ્યા છે.શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ એ ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં બી. એ., બી. એ. બી. એડ., એમ. એ. અને વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. સંસ્કૃત શાસ્ત્રોના અભ્યાસ દ્વારા આદર્શ નાગરિકનું નિર્માણ કરવા માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે.યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોઆ યુનિવર્સિટીમાં (1) બી. એ. (શાસ્ત્રી) - કોઈ પણ વિષય સાથે ધોરણ 12 ઉત્તીર્ણ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. (2) બી.એ.બી.એડ. (સંયુક્ત શાસ્ત્રી શિક્ષાશાસ્ત્રી) - કોઈ પણ વિષય સાથે ધોરણ 12 ઉત્તીર્ણ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. (3) એમ. એ. (આચાર્ય) - સંસ્કૃત વિષય સાથે બી.એ. ઉત્તીર્ણ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. (4) એમ.એ.ઈન હિન્દુ સ્ટડીઝ - કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. (5) એમ.એ.ઇન જનરલ સંસ્કૃત - કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. (6) એમ.એ.ઇન યોગ - કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. (૭) ડિપ્લોમા ઇન સંસ્કૃત ટીચિંગ, ડિપ્લોમા ઇન ટેમ્પલ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન વાસ્તુશાસ્ત્ર, ડિપ્લોમા ઇન કર્મકાંડ, ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકાશે. યુનિવર્સિટીની ઉપલબ્ધિઓઆ યુનિવર્સિટીને નેક દ્વારા A+ ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. તેમજ GPSC દ્વારા સંસ્કૃત વિષયના આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે યુનિવર્સિટીના 20+ વિદ્યાર્થીઓની પસંદગી, 70+ વિદ્યાર્થીઓ NET, SET પરીક્ષામાં ઉત્તીર્ણભારતીય સેનામાં, પોલીસખાતામાં, પ્રાથમિક-માધ્યમિક-ઉ.મા. શિક્ષક તરીકે, કેન્દ્રીય વિદ્યાલયમાં, કોલેજ-યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પસંદગી થયેલી છે. યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓઆ યુનિવર્સિટીમાં નિષ્ણાત અધ્યાપકો દ્વારા સતત માર્ગદર્શન, ભાઈઓ તથા બહેનો માટે કેમ્પસમાં જ છાત્રાલયની સુવિધા, રમત-ગમતનું વિશાળ મેદાન, આધુનિક સાધનોથી સજ્જ વ્યાયામશાળા (જીમ) વિવિધ વિષયોના ગ્રંથોથી સમૃદ્ધ વિશાળ ગ્રંથાલય,સંસ્કૃતમાં બોલવા તથા લખવા માટે પ્રશિક્ષણ, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો તથા પ્રતિભા પ્રકટ કરવાનો અવસર પણ મળશે. આ યુનિવર્સિટીમાં પ્રવેશ તથા વધુ માહિતી માટે જયદીપ પરમાર (કોલેજ વિભાગ) - +91 73595 17400, કેતન કાચેલા (અનુસ્નાતક વિભાગ) - +91 92282 88326 નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.