ટંકારા : ટંકારામાં તા. 27 મે ના રોજ સરદાર પટેલ શાળા ખાતે ઓપન રસોઈ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ગુજરાતી ટીવીના ફેમ 6500 જેટલા શો ગુજરાતી ટીવી શો કરેલા રસોઈની મહારાણી ક્રિષ્નાબેન કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં લગભગ 20 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી બધા બહેનોને સર્ટિફિકેટ્સ તેમજ બુકસ આપવામાં આવી હતી. તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા બહેનોને સિલ્ડ સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા તેમાં પ્રથમ નંબર મેળવેલા કટારીયા રીનાબેન જે સમગ્ર ટંકારા તાલુકામાં રસોઈની રાણી બન્યા તેમને સિલડ તેમજ મહારાણીનું ટાઈટલ આપવામાં આવ્યું. દ્વિતીય નંબર સુરૈયાબેન સિલ્ડ અને સટિફિકેટ તૃતીય નંબર પારુલબેન સિલ્ડ તેમજ સટિફિકેટ આપવામાં આવ્યા હતાઆ સમગ્ર આયોજન સોહરવદી આસ્તાના બેન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હિમસન ફિલ્મ ફેડરિક, રામભાઈ મેહતા, રોબો ગર્લ શ્રુતિ, ઘનશ્યામભાઈ ઝાલાહંસાબેન મકવાણા, પિપલીયા જયશ્રીબેન તેમજ ટંકારા કેક શોપ દ્વારા લાઈવ કેકનો ડેમો શેશન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ટંકારા શોપના ઓનર ગણેશભાઇ તેમજ સરદાર પટેલ સ્કૂલના પ્રેસિડેન્ટ વિજયભાઈ ભાડજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.