મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. મૃતક અજાણ્યો પુરૂષ આશરે 25 થી 30 વર્ષનો છે. જેના જમણા હાથમાં અંગ્રેજીમાં D S ત્રોફાવેલ છે જેના પર લીટી ત્રોફાવેલ છે.30 મેના રાત્રે 9-30 પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે કેશવજીભાઈ જુઠાભાઈ ચીખલીયાના ખેતરમાં મરણ ગયેલી હાલતમાં લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરવામાં આવેલ છે. આ અજાણી લાશ કોની છે તેની જાણકારી કોઈને હોય તો તેમણે એફ.આઇ.સુમરા ASI મો.નં. 9979019944 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટે.નં-02822-242592 પર જાણ કરવા જણાવ્યું છે.