આ સેમીનારમાં પુલવામાં અને સંસ્થાના સદગત સદસ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ મોરબી : મોરબીમાં તા. 1 જૂનના રોજ મહાવીર સોસાયટીના નવનિર્મિત સેડ, સાર્વજનિક પ્લોટ-મોરબી ખાતે સિનિયર સીટીઝટન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને પ્રેરક અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવા આવનાર સદસ્યોને આવકાર, પુલવામાં અને સંસ્થાના સદગત સદસ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સેમીનારમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. મોરબી જિલ્લા સાઈબર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર અમીતભાઈ બાબરિયા, અંકિતાબેન બારોટ, જયશ્રીબેન સંઘાણી ઉપસ્થિત સિનિયર સિટીઝનના સદસ્યો અને અન્ય જાગૃત શહેરીજનોને વિવિધ પ્રકારના ક્રાઇમ અને અવર્નેસ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વક્તા અને આમંત્રિત મહેમાનોનું શિલ્ડ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ડૉ. બી.કે. લહેરુ, અનિલભાઈ મહેતા, એન. એમ. ચડાસણિયા, મંત્રી મહેશ ભટ્ટ પ્રોજેક્ટ ચેરમેન ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડૉ.લહેરુ અને સદસ્યો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. નવનિર્મિત સેડનું ઉદ્ઘાટન આંબાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને તેમાં પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. લહેરુ દ્વારા મહેમાનોનું સ્વાગત અને અનિલભાઈ મહેતા દ્વારા કાર્યક્રમની પૂર્વ આયોજન વિશે રૂપરેખા આપી હતી. આભારવિધિ અને કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવેલ. તેમજ હસુભાઈ હીરાણી, ગાયત્રીબેન, નૌવસાદ મીર, મહેન્દ્રભાઈ મહેતા, દીયાબેન પરમાર વગેરેએ સુંદર ગીતો પ્રસ્તુત કરીને સંધ્યાસૂરિલી બનાવી હતી. ડૉ. ભાલોડિયા, રાંકજા, વિમલકુમાર ખીરા, ચેતનભાઈ સોરિયા, આંબાભાઈ પટેલ, ભૂપતભાઇ પંડ્યા, નરેન્દ્રભાઇ મહેતા, લક્ષ્મણભાઈ દેત્રોજા, સવજીભાઈ અઘારા, જગદીશભાઈ ઓઝા, કે. પી. ભાગિયા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ઉપકારક બન્યા હતા. અલ્પાહારથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.