હાલ અમદાવાદ સારવાર હેઠળ : સમગ્ર વેપારી આલમમાં શોકનો માહોલમોરબી : હળવદમાં એક વેપારીએ ગત રાત્રીના લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાદ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ વેપારી અમદાવાદ સારવાર હેઠળ છે. બનાવને લઈ વેપારી આલમમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પ્રતિષ્ઠિત વેપારી અને ભવાની ગ્રુપના અગ્રણી એવા કિશોરભાઈ ઉર્ફે બકાભાઈ ઠક્કરે ગત રાત્રીના સમયે પોતાની લાયસન્સ વાળી બંદૂકથી લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર વેપારી આલમમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં વેપારીએ આવું પગલું શા કારણે ભર્યું તે હજુ સામે આવ્યું નથી.