મોરબી : બંદર અધિકારીની કચેરી, ગુજરાત મેરીટાઈમ નવલખી બંદર /મોરબી ખાતે ફરજ બજાવતા કનકસિંહ એ. જાડેજા તારીખ 31-05-2025 નાં રોજ વય નિવૃત્તિ થી નિવૃત્ત થતા મોરબી કચેરી ખાતે તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. સૌ સ્ટાફ મિત્રોએ કનકસિંહ એ. જાડેજાને શાલ ઓઢાડી ભેટ આપીને વિદાય આપી હતી અને આટલા વર્ષોની તેમની ફરજને બિરદાવી હતી.