વાંકાનેર : 31 મે ના વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત આજે ચંદ્રપુર ખાતે ઉજવણી કરવામાં આવી. તમાકુના સેવનથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેના જીવલેણ પરિણામો વિશે લોકોમાં જાગૃતિ લાવવા આ ઉજવણી કરાઈ છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ તમાકુનું સેવન કરવાથી થતા ગંભીર રોગો જેવા કે, કેન્સર (મોં, ગળું, ફેફસાં, અન્નનળી, મૂત્રાશય, સ્વાદુપિંડ, વગેરે), હૃદય રોગ, સ્ટ્રોક, શ્વાસ સંબંધિત બીમારીઓ (જેમ કે COPD, બ્રોન્કાઇટિસ), ડાયાબિટીસ અને પ્રજનન અક્ષમતા વિશે લોકોને માહિતગાર કરવાનો છે.