બેઠા પુલ પાસે આજે 20 ગાયો અને બે ભેંસને ઢોર ડબ્બે પુરી દેવાઈમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા રસ્તે રઝળતા ગાય-આખલાની સાથે હવે ભેંસોને પણ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામને ઢોર ડબ્બે પુરી નજીકની ગૌશાળાઓમાં મુકવામાં આવે છે. મહાપાલિકાની પશુ રંઝાડ શાખા દ્વારા રોડ- રસ્તા ઉપર રઝળતા પશુઓને પકડવાની કામગીરી દિવસ અને રાત્રી બન્ને સમયે કરવામાં આવે છે. આજે પશુ રંઝાડ શાખાની ટીમે બેઠા પુલ પાસે માલિકીની 20 ગાયો અને બે ભેંસ પકડી ઢોર ડબ્બે પુરી નજીકની ગૌશાળામાં મોકલી દીધી છે. બીજી તરફ અહીં નાખવામાં આવેલો 10 મણ ચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પશુ માલિકો નિયત દંડ ભરી આ પશુ છોડાવી શકે છે.