મોરબી અને હળવદના જુગારીઓએ પાટલો માંડ્યો અને પોલીસ ત્રાટકીહળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા સાત આરોપીઓને રોકડા રૂપિયા 1,02,800 સાથે ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન શીવપુર ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી 1.જયેશભાઈ હરજીવનભાઇ ધોરીયાણી રહે. રોયલ પાર્ક, મહેન્દ્રનગર, મોરબી, 2. કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી, 3. અમરશીભાઇ વિરજીભાઇ બારીયા રહે. ગ્રીન પાર્ક ઉમા વિલેજ સામે મોરબી 4. રસીકભાઇ બેચરભાઇ કાલરીયા, રહે. ઉમા વિલેજ સામે મોરબી 5. ચંદુભાઇ હરખજીભાઇ જેઠલોજા, રહે. શીવપુર તા.હળવદ 6. લાભુભાઇ રૂગનાથભાઇ દેત્રોજા રહે. મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર, મોરબી અને આરોપી 7. વજાભાઇ બાવલભાઇ ચૌહાણ, રહે. શીવપુર તા.હળવદ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,02,800 સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગાર દરોડાની આ કાર્યવાહી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, હેડ કોન્સટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, શૈલેષભાઇ બાબુભાઇ પટેલ, કોન્સટેબલ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ માવુભા રાઠોડ, સંજયભાઇ મનજીભાઇ લકુમ, સાગરભાઇ ડાયાભાઇ કુરીયા અને કિશનભાઇ ધીરૂભાઇ મોતાણી સહિતના સ્ટાફે કરી હતી.