જર્જરિત મકાન પડશે તો જાનહાનિ સર્જાઈ શકવાનો ભયમોરબી : મોરબીમાં વોર્ડ નં 5 માં આવેલા નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલું મકાન છે. આ અતિ જોખમી જર્જરિત મકાન તોડી પાડવા બાબતે રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં વોર્ડ નં 5માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જેમનું તેમ છે. ભૂકંપમાં મકાન અતિ ક્ષતિગ્રસ્ત થયું હતું અને હજુ જેમની તેમ સ્થિતિમાં છે. આ મકાનના માલિક આફ્રિકા નિવાસ કરે છે અને મોરબીમાં તેમના સગા રહે છે. જેનું નામ ભાવિન રમેશભાઈ શુક્લ (મોબાઈલ નંબર 98251 26703) છે, તેમણે સમસ્યા અંગે અગાઉ જાણ કરી છે પરંતુ મકાન તોડી પાડવાની કોઈ કામગીરી કરી નથી. થોડા દિવસો અગાઉ મોરબી મહાનગરપાલિકાએ આ મકાનને બાકી વેરા અંગે નોટિસ પણ પાઠવી હતી. આ મકાન ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત છે અને તેની અટકી પડેલી છત પણ થોડા સમય પહેલા તેની જાતે તૂટી પડી હતી. સદનસીબે છત મકાનના અંદરના ભાગે તૂટતાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી. પરંતુ શેરી ખૂબ સાંકડી છે અને આ મકાન ચોમાસામાં વરસાદ કે ભારે પવનમાં તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે શેરીમાં 15 જેટલા નાના બાળકો આ જર્જરિત મકાન આસપાસ રમતા હોય છે. ત્યારે કોઈ દુર્ઘટના, જાનહાનિ કે અન્ય કાઇ નુકશાન થશે તો જવાબદારી કોણ લેશે ? વગેરે જેવા પ્રશ્નો સાથે રહીશોની પીડા સમજી સતત માથે તોળાતું જોખમ હટાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી છે.