મોરબી : નેસડા (ખા.) એજી 11 કેવી ખેતીવાડી કનેક્શનમાં વીજ પ્રવાહ રેગ્યુલર કરવા અને મેન્ટેનન્સની કામગીરી કરવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા PGVCLને રજૂઆત કરાયઈ છે.રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નેસડા (ખા.) એજી 11 કેવી ખેતીવાડી વિસ્તારમાં ખેતી કનેક્શનના થાંભલાઓ, વીજ વાયર, વીજ તારોને સ્પર્શતા ચકલા અને ઝાડની ડાળીઓ વગેરેની સમસ્યા વર્ષો જૂની છે. જેના કારણે અવારનવાર ખેડૂતોની મોટર બળી જાય છે. વારંવાર વીજ પ્રવાહ જતો રહે છે. રેગ્યુલર વીજ પ્રવાહ ચાલુ રહેતો ન હોવાથી ખેડૂતોને સિંચાઈમાં ખૂબ જ તકલીફ પડે છે. તેથી તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી ઝડપથી ચાલુ કરવામાં આવે. વરસાદ પહેલા આ સમસ્યા ઉકલી જાય અને વીજ પ્રવાહ રેગ્યુલર થાય રજૂઆત કરાઈ છે.