મોરબી : મૂળ મોરબી જિલ્લાના અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે.ટી.કામરીયાને આજે એસપીનું પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યના કુલ 17 ડીવાયએસપીને એસપીના પ્રમોશન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં આજે મોરબી જિલ્લાના હડમતીયા ગામના કે.ટી. કામરીયાને તેઓના જન્મદિવસે જ પ્રમોશન મળતા તેઓ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.