વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ટ્રસ્ટ દ્વારા યોજાશે કેમ્પ મોરબી : વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા ધીરગુરુદેવની પ્રેરણાથી આગામી તારીખ 8 જૂનને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક સુધી મોરબીમાં નિ: શુલ્ક દંત યજ્ઞ અને ફ્રી બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી યુનિટ નંબર-2 ખાતે યોજાશે.આ કેમ્પમાં મુખ્ય દાતા માલિનીબેન કિશોરભાઈ સંઘવી, ડો. હર્ષદભાઈ સંઘવી, ચેતનાબેન સંઘવી, મૃદુલાબેન નવનીતલાલ સંઘવીનો આર્થિક સહયોગ મળી રહ્યો છે દાંતના કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા અને તેઓની ટીમ જાગૃતિ ચૌહાણ, હસુભાઈ મકવાણા, રાજુભાઈ વરિયા સેવા પ્રદાન કરશે. જેમાં દાંતના રોગની તપાસ કરી જરૂરિયાત મુજબ તેમના દાંત જાલંધર બંધ વડે ઓપરેશન વગર સ્થળ પર જ કાઢી આપવામાં આવશે અને પાયોરીયા, પેઢામાંથી લોહી પડવું, દાંતના દુ:ખાવો વગેરે રોગની દવા પણ ફ્રી આપવામાં આવશે. વૃદ્ધોને દાંતની બત્રીસી બનાવવાની વ્યવસ્થા કરાય છે. શ્રી સ્થાનકવાસી જૈન સંઘ અને સોની બજાર મોરબીના અગ્રણી ટ્રસ્ટીઓ નવીનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા વગેરે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. દંત યજ્ઞ અને ફ્રી બત્રીસી કેમ્પ માટે તારીખ 6 જૂન સાંજ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવ્યું છે. રજિસ્ટ્રેશન માટે ઉર્મિલાબેન મહેતા (મો. નં. 98252 22955), મોનિકા ભટ્ટ (મો. નં. 70464 75404)નો સંપર્ક કરવા જણાવ્યું છે.