વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સ્ટોન ગ્રેનાઈટો સીરામીક ફેક્ટરીની બાજુમાં આવેલ તળાવમાં ડૂબી જતાં અંદાજે 35થી 40વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.