4565 મણ ઘઉંની આવક, ભાવ 517 રૂપિયા સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 30 મે ને શુક્રવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, બાજરો, જુવાર, મગ, સફેદ ચણા, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, રાય, રાયડો અને સીંગફાડા તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી, સુક્કી ડુંગળી અને મેથીની પણ આવક થવા પામી છે. આજે 913 ક્વિન્ટલ એટલે કે 4565 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 517 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 175 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4000 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1451, તલના 1928, મગફળીના 1064, તુવેરના 1267, બાજરાના 470, જુવારના 840, મગના 1495, સફેદ ચણાના 1615, ચણાના 1070, એરંડાના 1203, ગુવાર બીના 900, કાળા તલના 2972, રાયના 1272, રાયડાના 1085 અને સીંગ ફાડાના 1355 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 900 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા, સુક્કી ડુંગળીના 300 અને મેથીના 1000 રૂપિયા ભાવ બોલાયા છે.