તાલુકા પોલીસે સાવકા પિતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરીમોરબી : મોરબી પંથકમાં સભ્ય સમાજને શર્મસાર કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક મુકબધીર યુવતી ઉપર સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાનો બનાવ બન્યો છે. જો કે બાદમાં સાવકા પિતાનું શંકાસ્પદ મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં એક 24 વર્ષની મુકબધીર યુવતી ઉપર તેના જ સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે દુષ્કર્મ ગુજરનાર સાવકા પિતાનું શંકાસ્પદ મોત પણ થયું છે. હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે પીઆઈએ જણાવ્યું કે યુવતી ઉપર તેના સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે. સાવકા પિતાનું મોત થયું છે. મૃતદેહનું પીએમ થયા બાદ મોતનું કારણ સામે આવશે અને આગળની તપાસ થશે.