દોઢ મહિના પૂર્વે ઝેરી દવા પી આપઘાત કરી લેવાના બનાવના મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક વિષ્ણુનગરમાં રહેતા કોલડ્રિન્કસની એજન્સી ચલાવતા વેપારી યુવાને દોઢેક મહિના પહેલા વ્યાજખોરોના ત્રાસથી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેવાના બનાવમાં મૃતકના નાના ભાઈએ અગિયાર વ્યાજખોરો વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ભાઈને મરવા મજબુર કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કુબેરનગર નજીક વિષ્ણુનગરમાં રહેતા અને હિતેશ સેલ્સ એજન્સીના નામે કોલડ્રિન્કસ માર્કેટિંગની એજન્સી ધરાવતા નિલેશભાઈ હરેશભાઇ મકવાણા નામના વેપારીએ ગત તા.11 એપ્રિલના રોજ પોતાની એજન્સીની ઓફિસના ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ બનાવમાં વ્યાજખોરોના ત્રાસથી પોતાના મોટાભાઈએ અંતિમ પગલુ ભરી લીધું હોવાનું જાહેર કરી મૃતકના નાનાભાઈ જીજ્ઞેશભાઈ હરેશભાઇ મકવાણાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 11 વ્યાજખોરો વિરુદ્ધ મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.વધુમાં જીજ્ઞેશભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં જાહેર કરાયુ છે કે, મૃતક નિલેશભાઈને ધંધામાં જરૂરત પડતા આરોપી નિલેશભાઈ ભીમાણી રહે.મોરબી રવિભાઈ દેવાભાઈ ડાંગર રહે. રણછોડનગર, મોરબી, પ્રકાશભાઈ મેપાભાઈ પીથામલ રહે. મોરબી રવિભાઈ રાજેશભાઈ જાલરીયા રહે. રાજકોટ હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રહે. હાઉસીગ બોર્ડ, યોગીરાજસીહ રાજેન્દ્રસીહ જાડેજા રહે.મોરબી, કીરીટસીહ જાડેજા, ગુરૂકૃપા, રહે.લાતિપ્લોટ, મયુરસીહ બહાદુરસીહ સરવૈયા રહે. હાઉસીગબોર્ડ મોરબી, ભગીરથસિહ જનકસીહ જાડેજા અને પ્રશાંતભાઈ ચીખલીયા રહે.હાલ બેલા વાળા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે નાણાં લઈ પરત આપી દીધા હોવા છતાં આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રખી હેરાન પરેશાન કરતા કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.