હળવદ : મોરબી DDO જે.એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ તથા તાલુકા હેલ્થ કચેરી હળવદના સીધા માર્ગદર્શન હેઠળ સંસ્કાર બ્લડ બેન્ક મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર ખાતે આજે તા. 30 મે ને શુક્રવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને મયુરનગર ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ ચાવડા તથા તલાટી કમમંત્રી જગદીશભાઈ તથા અન્ય ગ્રામ્ય આગેવાનોની હાજરીમાં કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ તેમના દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરી લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં મયુરનગર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 52 યુનિટ બ્લડનું કલેક્શન કરાયું. આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો ચિંતન દોશી, મેડિકલ ઓફિસર મયુરનગર ડો.પરેશ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર લાલજીભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગરનો સ્ટાફ અને તેની હેઠળ આવેલા તમામ પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.