મોરબી ક્સ મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપાલિકા સ્ટાફ, બિલ્ડર એસોસીએશનના સભ્યો તથા નગરજનો આ શ્રમદાનમાં જોડાયા હતા.આ સફાઈ ઝુંબેશમાં અંદાજીત ૨૦ હાથલારી, ૪ ટ્રેક્ટર, ૧ JCB દ્વારા અંદાજીત ૧૨ ટન સોલિડ વેસ્ટ તથા C&D વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન બાબતે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડની બેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને શ્રમદાન ફોર મોરબીનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લેવાનું આહવાન કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.