મોરબી : પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હળવદના જુના દેવળીયા ગામના વિજયભાઇ જયંતીભાઈ અધારા ઉ.વ.૪૦ સામે પાસા વોરંટ ઇસ્યુ થતા મોરબી એલસીબીની ટીમે ગત રોજ તેને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી દીધો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ વી.એન.પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ સહિતના રોકાયેલ હતા.