મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 29 મે ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, બાજરો, જુવાર, સીંગફાડા, અજમો, ચણા, એરંડા, ગુવાર બી, સુવાદાણા, રાય અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 883 ક્વિન્ટલ એટલે કે 4415 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 524 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 80 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3980 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1425, તલના 2022, મગફળીના 940, તુવલેરના 1312, બાજરાના 475, જુવારના 824, સીંગફાડાના 1398, અજમાના 1340, ચણાના 1072, એરંડાના 1180, ગુવાર બીના 971, સુવાદાણાના 1490, રાયના 1223 અને રાયડાના 1058 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 900 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 520 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 260 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.