મોરબી : મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ.યોજના હેઠળ બનેલ ગોવર્ધન સખી મંડળનું HDFCબેંક દ્વારા બેંક લિન્કેજ કરવામાં આવ્યું.મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બનેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગોવર્ધન સખીમંડળને સરકારની ગાઈડલાઈન મુજબ HDFC બેંક દ્વારા રૂ.2,70,000ની લોન સહાય આપવામાં આવી હતી.આ યોજના અંતર્ગત બનેલ સખીમંડળને સરકાર દ્વારા રીવોલ્વીંગ ફંડ, તથા બેંક લોન સહાય અને અન્ય વિવિધ સરકારની યોજનાઓનો લાભ મળતો હોય છે. જેમાં આજરોજ HDFC બેંકના માધ્યમથી ગોવર્ધન સખી મંડળને લોન સહાય મળેલી છે. આ અંગે મંડળના તમામ સભ્યોની આજીવિકામાં તથા તેઓની આર્થિક પરસ્થિતિમાં સુધાર આવે તેમાટે લોન મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.