સ્કાય મોલમાં તા.2 અને 3 જૂને યોજાનાર લાઇમ એક્ઝિબિશનમાં બુકીંગ કરાવનાર તથા પ્રથમ 100 ખેલૈયાઓને 20 ટકાનું ડિસ્કાઉન્ટ : લેડીઝ & ગર્લ્સ, કિડ્ઝ અને કપલ & ફેમેલી માટે અલગ બેચની સુવિધામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખેલૈયાઓ આ નવરાત્રીએ ગરબા રમવા માટે તૈયાર થઈ જાવ. કારણકે રમઝટ ગરબા ધમાલ દ્વારા 15 જુનથી ત્રણ બેચ શરૂ થઈ રહી છે. તો આ નવરાત્રીએ અવનવા ગરબા રમવા માટે થિરકતા ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ લઈ લેવો.મોરબીમાં શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલ પાસે સરદારબાગ સામે આવેલ વિભૂતિ હોલમાં તા.15 જુને રાત્રે 8 વાગ્યે ઓપનિંગ થવાનું છે. જેમાં સાંજે 4થી 7 વાગ્યે લેડીઝ અને ગર્લ્સ બેચ, સાંજે 7થી 8 કિડ્ઝ બેચ અને રાત્રે 9થી 11 કપલ અને ફેમેલી બેચ શરૂ થવાની છે. રમઝટ ગરબા ધમાલ છેલ્લા 5 વર્ષથી સુરત અને ત્યારબાદ મોરબી એમ 11 વર્ષથી કાર્યરત છે. સુરતી એન્ડ સાલસા ગરબા અહીંની સ્પેશિયાલીટી છે. આ વખતે રમઝટ ગરબા ધમાલ દ્વારા ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં સ્કાય મોલમાં તા.2 અને 3 જૂને યોજાનાર લાઇમ એક્ઝિબિશનમાં બુકીંગ કરાવનારને તથા પ્રથમ 100 બુકીંગમાં આવનાર ખેલૈયાઓને 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વર્ષે ખાસ પાટીદાર નવરાત્રીમાં રમઝટનું ગ્રુપ એકસાથે રમવાનું છે. આ ઉપરાંત અહીંથી હોમ બેચ, અને પર્સનલ બેચની પણ સેવા આપવામાં આવે છે. નવરાત્રીએ અવનવા સ્ટેપ સાથે ગરબા કરવા ઇચ્છુક ખેલૈયાઓ જલ્દીથી નામ નોંધાવી લ્યો. રમઝટ ગરબા ધમાલવિભૂતિ હોલ, સરદારબાગ સામે, ઓમ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ, મોરબીમો.નં.83476 37994મો.નં.95104 83649