લજાઈ, ગજડી, જબલપુર અને કલ્યાણપર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ટંકારા : આજરોજ ગુજરાતની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી અને ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ટંકારા તાલુકાના 4 ગામની સામાન્ય ચૂંટણી અને 21 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે.જેમાં ટંકારા તાલુકાના લજાઈ અને ગજડી ગામની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત જબલપુર ગ્રામ પંચાયતમાંથી 16-11-2021 ના રોજ આર્યનગર ગામ અલગ પડતા જબલપુર ગ્રામ પંચાયત બરખાસ્ત કરવામાં આવી હતી. જેથી જબલપુર ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાશે. જ્યારે કલ્યાણપર ગ્રામ પંચાયત ટંકારા નગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું જોકે ફરીથી કલ્યાણપર ગ્રામ પંચાયત કાર્યરત થતા તેની પણ સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે. આ ઉપરાંત ટંકારા તાલુકાના છતર, ભૂતકોટડા, દેવળીયા, ધ્રોલીયા, ઘુનડા ખાનપર, હડમતીયા, હરીપર (ભુ.), જીવાપર ટંકારા, લગધીરગઢ, નાના રામપર, નશીતપર, નેસડા ખાનપર, ઓટાળા, રોહીશાળા, ઉમિયાનગર, વાછકપર, વિરવાવ, વિરપર, નેકનામ, નાના ખીજડીયા અને સજનપર ગ્રામ પંચાયતમાં ખાડી ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાનાર છે. આ તમામ જગ્યાએ 22 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને 25 જૂને મત ગણતરી કરવામાં આવશે.