મોરબી જિલ્લાની 63 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 129 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે મોરબી : રાજ્યમાં છેલ્લા અઢી વર્ષથી ખોરંભે પડેલી ગ્રામપંચાયતોની ચૂંટણી માટે અંતે મુહૂર્ત નીકળ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરી છે જેમાં 4688 ગ્રામપંચાયતોની સામાન્ય અને 3638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.22 જૂને યોજાશે અને 25 જૂને મતગણતરી કરવામાં આવશે. જો કે, હાલમાં ચોમાસુ ઢૂંકડું છે ત્યારે ગ્રામપંચાયતની ચૂંટણીમાં વરસાદ વિલન બને તેવા અણસાર જોવા મળી રહ્યા છે.નોંધનીય છે કે,મોરબી જિલ્લાની 63 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 129 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે.રાજ્યના ચૂંટણી કમિશનર ડો.એસ મુરલીકૃષ્ણએ બુધવારે ગ્રામપંચાયતોની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાની કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા.22 જૂનના રોજ યોજાશે. જેમાં 4688 ગ્રામપંચાયતોની સામાન્ય અને 3638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીયોજવા માટે તા.2જી જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 છે.જયારે 22 જૂન 2025 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે. ઉલ્લેખનીય છે કે, તા.27 મી મે 2025 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 129 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. હાલમાં રાજકોટ સ્થાનિક સ્વરાજ્ય શાખા દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોની આ સામાન્ય અને પેટા ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપર દ્વારા યોજાનાર હોય લાંબા સમય બાદ પંચાયતી ચૂંટણીમાં લોકોને બેલેટ પેપરથી મતદાન કરવા મળશે.ગ્રામ પંચાયત ચૂંટણી કાર્યક્રમ 1. ચૂંટણી જાહેરાતની તારીખ : 28-05-20252. જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ : 02-06-20253. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 09-06-20254. ઉમેદવારી પત્રની ચકાસણીની તારીખ : 10-06-20255. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ : 11-06-20256. મતદાનની તારીખ : 22-06-20257. મતગણતરીની તારીખ : 25-06-2025