વાઘપરામાં જેસીબી વડે ઇમારત તોડી નખાય, હવે બપોરે અરૂણોદયનગર, વર્ધમાન, રીલીફનગરમાં ડીમોલેશન મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે જર્જરિત ઇમારતોનું ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક ઇમારત તોડી નખાય છે. આ સિવાય આજના દિવસમાં અન્ય ચાર ઇમારતો તોડી નાખવામાં આવશે. ચોમાસુ નજીક આવતા મહાપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરક્ષાને ધ્યાને લઇ તમામ જર્જરિત ઇમારતોને નોટિસો આપવામાં આવી છે. કુલ 26 ઇમારતોને નોટિસ અપાઈ ગઇ છે. તેમાંથી 16 ઇમારતોને ત્રીજી અને છેલ્લી નોટિસ આપવામાં આવી છે. આ દરમિયાન આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં પાંચ જર્જરિત ઈમારતોનું ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં વાઘપરામાં એક ઇમારત જેસીબી વડે તોડી નાખવામાં આવી છે. હવે આજના દિવસમાં અરૂણોદયનગર, વર્ધમાન, રીલીફનગરમાં ડીમોલેશન હાથ ધરવામાં આવશે.