વાંકાનેર : વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં માતાજીના મંદિરની દીવાલને ટેકો દઈને બેઠેલા આરોપી કાળુભાઇ પશાભાઇ સેટાણીયા, ભુરો સેટાણીયા, વિજયભાઇ ધોધાભાઇ સેટાણીયા અને વિક્રમભાઇ વિજયભાઇ સેટાણીયાને મંદિરની દીવાલને ટેકો નહીં દેવા જણાવી ઠપકો આપતા આરોપીઓએ ફરિયાદી મનીષ જગદીશભાઈ ભાટી ઉ.24 નામના યુવાનને ગાળો આપી ઢીકા પાટુ અને લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.