માટેલના શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇટી એક્ટ મુજબ ફરિયાદ મોરબી : ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના આજના સમયમાં ટેક્નોલોજીનો સદઉપયોગને બદલે દૂરપયોગ વધ્યો છે ત્યારે ટંકારાના ગોકુલનગરમાં રહેતા યુવાનની સગાઈ તોડાવી નાખવા માટે વાંકાનેરના માટેલ ગામના શખ્સે યુવાનની વાગ્દાતાના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટો સાથે બિભિત્સ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની વિગત જોઈએ તો મોરબી તાલુકાના બગથળા ગામે રહેતી યુવતીની જ્ઞતિના રીતરિવાજ મુજબ ટંકારાના ગોકુલપર ગામે રહેતા મહેશભાઈ લીંબાભાઈ ઝાપડા સાથે થઇ હોવાથી વાંકાનેરના માટેલ ગામે રહેતા આરોપી લાલજી રેવાભાઈ ટોટાને સારું નહીં લાગતા આરોપી લાલજીએ યુવાનની વાગ્દાતાના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેણીના ફોટો તેમજ બિભત્સ લખાણ સાથેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વધુમાં આરોપી લાલજીએ ફરિયાદી મહેશભાઈના મોબાઈલ ફોનમાં વોટ્સએપમાં પણ યુવાનની વાગ્દાતા સાથે અન્ય કોઈ યુવાન હોય તેવો ફોટો મોકલી તારી પત્ની દવા પીવાનું કહે છે તેમ જણાવતો મેસેજ કર્યો હતો. સમગ્ર મામલે હાલમાં મોરબી તાલુકા પોલીસે મહેશ ઝાપડાની ફરિયાદને આધારે આરોપી લાલજી ટોટા વિરુદ્ધ બીએનએસ અને આઇટી એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.