પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત વિવિધ નાલાની સફાઈ કરાઈ મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તારીખ 20-5-2025 થી 26-5-2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતા તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા કુલ 56 આસામીઓ પાસેથી રૂ. 38030નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તથા ગંદગી કરતાં 3 આસામીઓ પાસેથી રૂ. 600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા 4 આસામીઓ પાસેથી રૂ. 700 નો દંડ વસૂલ કરાયો હતો.વધુમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સુન અંતર્ગત લીલાપર ગ્રામ પંચાયત, શ્રીમદ સોસાયટી તથા આસ્વાદ પાન પાસે આવેલ નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.