કાલે બુધવારે મહાપાલિકાને પાણી પ્રશ્ને રજુઆત કરાશેમોરબી : મોરબીના સામાકાંઠે વોર્ડ નં.4માં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે વિગતો આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર ૪નાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીની પરિસ્થિતિ કફોડી બનતા ત્યાં તેઓ દ્વારા સ્થળ મુલાકાત કરી લોકોને પડતી હાલાકી વિશે માહિતી મેળવી હતી. મહાનગરપાલીકાના અધિકારીઓની સાથે ટેલીફોનીક રજુઆત કરવા ફોન કરતા કમિશ્નર અને ડે.કમિશ્નરનો ફોન ન લાગતા આવતીકાલે રૂબરૂ રજુઆત કરીશું. આ વિસ્તારનાં પ્રશ્નોને લઈ જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો લોકોને સાથે રાખી કોંગ્રેસ આંદોલન કરશે.