વાંકાનેર : તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરીને 11 જેટલા મોબાઈલ શોધી કાઢીને અરજદારોને પરત કર્યા છે.વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ/કર્મચારીઓએ CEIR પોર્ટલનો ઉપયોગ કરીને CEIRમાં એન્ટ્રી કરીને સતત મોનિટરીંગ રાખીને ટેક્નિકલ વર્ક આઉટ કરીને આશરે 2,60,000ની કિંમતના કુલ 11 મોબાઈલ શોધી કાઢી એક સાથે તમામ અરજદારોને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યું છે.