મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 23-5-2025 શુક્રવારના રોજ એન.સી.ડી. દિવસનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 30 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તથા ઉપરોક્ત રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યું હતું. હાલના સમયમાં બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ 30 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.