મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા અગામી તારીખ 5 જૂન એટલે કે 'પર્યાવરણ દિવસ' નિમિત્તે SFD અંતર્ગત 'નમામિ દેવી મચ્છુ' સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાનાર છે. જેનું આજ રોજ ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોનીના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.'નમામિ દેવી મચ્છુ' સફાઈ ઝુંબેશમાં જોડાવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે પોસ્ટર પર આપેલ QR કોડ સ્કેન કરી અથવા docs.google.com/forms/d/1vcLnZc4tywH92uHbUydKT181yNFz80QCDTxCcfoXVgY/edit?hl=en-GB&pli=1 લિંક પર ક્લિક કરી નામ રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. કાર્યક્રમનો સમય તારીખ 5 જૂન સાંજે 5 વાગ્યાનો રહેશે.