વાંકાનેર : વાંકાનેરમાં મેંગોપીપલ પરિવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કર્યું હતું. વર્તમાન વેકેશનના દિવસોમાં પણ સંસ્થાની ટીમ દીકરીઓ સુધી ઘરે જઈને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડી રહી છે. આ અભિયાન માત્ર પેડ વિતરણ સુધી સીમિત નથી, પરંતુ તેમના માતાપિતાને પણ સેનેટરી પેડ્સના ઉપયોગ અને તેની પાછળ રહેલા આરોગ્યલક્ષી કારણો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.આ યજ્ઞરૂપ કાર્યમાં જોડાયેલ મુખ્ય સેવાભાવીઓમાં મનીષભાઈ રાઠોડ, મોનાબેન રાજવીર, શાળાના આચાર્ય અતુલભાઈ બુદ્ધદેવ તથા તેમના સ્ટાફનો ઉમદા સહકાર મળ્યો છે. દરેક વ્યક્તિ પોતાની વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને દીકરીઓના ઘરો સુધી સેનેટરી કીટ્સ લઈને પહોંચે છે. પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા છેલ્લા 7 વર્ષથી દર મહિને સેનેટરી પેડ્સ ઉપરાંત અંડરગારમેન્ટ પણ મફતમાં આપવામાં આવે છે. સાથે સાથે શાળા ન જતી દીકરીઓને અભ્યાસ સાથે જોડવા માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતગમત અને પોષ્ટિક નાસ્તાનો પણ સમાવેશ થાય છે. સંસ્થાનો સંપર્ક કરવા મનીષભાઈ રાઠોડ મો.નં. 9276007786નો સંપર્ક કરવા જણાવાયું છે.