મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી લઈ તેમની પાસેથી રૂ.૧૨,૨૦૦ની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળતા મોરબીના સામાકાંઠે મદીના સોસાયટી શેરી નં.૧ માં જુગાર રમતા રહીમભાઇ મહમદભાઈ સુમરા ઉ.વ.૪૫ રહે. મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-૨, મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમસ ઉ.વ.૩૩ રહે મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-ર, જયદિપભાઇ કાળદાભાઇ આલ રબારી ઉ.વ.૨૫ રહે યમુનાનગર શેરી નં.૩ મોરબી-ર અને ગણેશભાઈ પ્રવીણભાઇ ઉઘરેજા ઉ.વ.૨૧ રહે. ગામ વીરપર. તા ટંકારાવાળાને રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.