ટંકારા : રાજકોટ- મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલી ખજૂરા હોટલ પાસે સીએનજી રિક્ષા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા કણસાગરિયા પરીવારના ચાર લોકોને ઈજા પહોંચી હોય 108 ટંકારા દ્વારા મોરબી વધુ સારવાર અર્થે ખસેડાયા છે.અકસ્માતની મળતી વિગતો મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કણસાગરિયા પરીવારના લિલાબેન કિશોરભાઈ એમનો પુત્ર અમર કિશોરભાઈ, પુત્રવધૂ સોભનાબેન અમરભાઈ અને પૈત્ર રાજ અમરભાઈ સીએનજી રિક્ષા નંબર જીજે- 03-બી એક્ષ 9500માં બેસી મોરબીથી રાજકોટ તરફ જતા હતા. ત્યારે ટંકારાથી થોડે દૂર ખજુરા હોટેલ નજીક આગળ રહેલ બોલરો નંબર જીજે 36 વી 6165 સાથે ધડાકાભેર રિક્ષા અથડાતા ગંભીર અકસ્માત સર્જાયા હતો. આ અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પાયલોટ યુવરાજસિંહ અને ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત ચારેય લોકોને પ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ડો. ભાસ્કર વિરસોડીયાએ વધુ સારવાર માટે તેઓને મોરબી રિફર કર્યા છે. બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.