મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 27 મે ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તલ, જીરું, બાજરો, જુવાર, મગ, મેથી, ચણા, તુવેર, ગુવાર બી અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 1045 ક્વિન્ટલ એટલે કે 5225 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 532 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 125 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3990 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1451, તલના 2072, બાજરાના 544, જુવારના 907, મગના 1482, મેથીના 931, ચણાના 1076, તુવેરના 1292, ગુવાર બીના 938 અને રાયડાના 1065 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 260 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.