2 મિનિટમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના નામ બોલી વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું મોરબી : મૂળ મોરબીના આમરણ ગામના વતની અને હાલ નવસારી રહેતા આશિષભાઈ બોડાના 2 વર્ષના પુત્ર કેવિત બોડાએ 2 મિનિટમાં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામોની મહત્તમ સંખ્યા બોલીને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. 2 વર્ષના કેવિત આશિષભાઈ બોડાએ 2 મિનિટમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના નામ બોલીને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ બદલ કેવિતને સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે.