મોરબી : મોરબીમાં સવારે 9થી રાત્રે 9 સુધી હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. જો કે પોલીસની નિષ્ક્રિયતાના કારણે હેવી વાહનો પ્રવેશ કરી જાહેરનામાનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. આજે કલેકટર કચેરી રોડ ઉપર હેવી ટ્રક જોવા મળ્યો હતો. જેના કારણે થોડીવાર માટે રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.