લીંબુના પ્રતિમણના ભાવ ઘટીને 1100 રૂપિયા પર પહોંચ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 26 મે ને સોમવારના રોજ ખુલતા સપ્તાહે ઘઉં, કપાસ, તલ, મગફળી, ઈસબગુલ, જીરું, બાજરો, સીંગફાડા, મગ, ધાણા, ચણા, એરંડા, ગુવાર બી, અજમો, તુવેર, રાયડો અને મેથી તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 901 ક્વિન્ટલ એટલે કે 4505 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 519 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 165 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4050 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1351, તલના 2022, મગફળીના 954, ઈસબગુલના 1500, બાજરાના 517, સીંગફાડાના 1035, મગના 1600, ધાણાના 1215, ચણાના 1064, એરંડાના 1180, ગુવાર બીના 904, અજમાના 975, તુવેરના 1256, રાયડાના 1065 અને મેથીના 867 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 1100 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.