મોરબી : મોરબી નિવાસી હર્ષદભાઈ જમનાદાસ દોશી (ઉં. વ. 68) તે જમનાદાસ કેવળચંદ દોશી તથા સ્વ. દિનુમતીબેન દોશીના પુત્ર, પન્નાબેનના પતિ, દીપેશભાઈ તથા અલ્પેશભાઈના પિતા, અતુલભાઈ, સંજયભાઈ, પ્રતિભાબેન કિશોરભાઈ શાહ, ચંદ્રિકાબેન મુકેશભાઈ મહેતાના ભાઈ, નિધિબેન અને કાજલબેનના સસરા, જીનય, મીત તથા રિયાના દાદા, મનસુખલાલ લીલાધર મહેતા (જામનગર)ના જમાઈનું તારીખ 26-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 28-5-2025 ને બુધવારે સવારે 9:30 કલાકે દરબારગઢ જૈન ઉપાશ્રય, મોરબી ખાતે તથા પ્રાર્થના સભા સવારે 11 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.