બાળકના શારીરિક - માનસિક વિકાસની ચકાસણી, વાઈટલ્સ મોનિટરિંગ, રસીકરણ વિશેની માહિતી, જોવા અને સાંભળવાના ટોયસ દ્વારા તપાસ, બાળકના પોષણ અને ઉપરી ખોરાક વિશેની માહિતી આપશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કિડ્ઝ ન્યુટ્રીશિયન એન્ડ વેલનેસ પ્રોગ્રામ હેઠળ દર ગુરૂવારે બાળકો માટે ફ્રી ઓપીડી યોજાશે. આ ઓપીડીનો લાભ નવજાત શિશુથી લઈ 18 વર્ષના બાળક સુધી લઈ શકશે.ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોના મૃત્યુ માટે જવાબદાર કારણોમાં એક કારણ કુપોષણ છે. બાળકોના કુલ મૃત્યુના ત્રીજા ભાગ કરતા વધારે મૃત્યુ કુપોષણથી થાય છે. બાળકના શારીરિક વિકાસ, બાળકોના માનસિક વિકાસ તથા રસીકરણ વિશે અપૂરતી માહિતીને કારણે ઘણા બાળકો કુપોષણનો ભોગ બને છે. કે જેને ધ્યાનમાં રાખીને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર ગુરુવારે સાંજે 5 થી 8ના સમયગાળામાં કિડ્ઝ ન્યુટ્રીશિયન એન્ડ વેલનેસ પ્રોગ્રામ રાખેલ છે. એ અંતર્ગત બાળકના શારીરિક, માનસિક વિકાસની ચકાસણી, વાઈટલ્સ મોનિટરિંગ, રસીકરણ વિશેની માહિતી, જોવા અને સાંભળવાના ટોયસ દ્વારા તપાસ, બાળકના પોષણ અને ઉપરી ખોરાક વિશેની માહિતી,અને લાંબા સમયગાળાની બીમારીની માહિતી તથા તેના માટે રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ નિઃશુલ્ક છે. જે દર ગુરુવારે સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે. કેમ્પમાં બાળ રોગ તથા નવજાત શિશુ નિષ્ણાંત ડો. હર્ષ કાલરીયા ( MBBS, NBEMS Diploma , Paediatric & Neonatologist) સેવા આપવાના છે. કેમ્પ : દર ગુરૂવારે સમય : સાંજે 5 થી 8સ્થળ : શિવમ હોસ્પિટલરામધન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2 મો.નં. 97275 27555