મોરબી : મોરબી સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્વારા જિલ્લા પોલીસના સહયોગથી તા.1 જુનને સાંજે 5 વાગ્યે મહાવીર સોસાયટી મેદાન, શનાળા રોડ, મોરબી ખાતે સાયબર ક્રાઈમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ વરિષ્ઠ નાગરિકો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા હોય તે અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ પ્રમુખ ડો. લહેરુ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા તથા મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.