મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા જોધાભાઈ ઉર્ફે કાનાભાઈ કાટોડિયા ગઈ તા.23ના રોજ ઘુટુ નજીક આવેલ રામનગરી સોસાયટીમાં લગ્નપ્રસંગમા હાજરી આપી પરત આવતા હતા ત્યારે આરોપી નીતિન ભરતભાઇ રહે.ઉંચી માંડલ વાળાએ અગાઉના ઝઘડાનો ખાર રાખી લાકડી વડે પગ તેમજ માથાના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.